Skip to content
ભુજ:તાલુકાના કેરા દહિંસરા માર્ગ પરથી પોલીસે કેરાના શખ્સને 7 બોટલ વિદેશી દારૂ સહિત ૧૭,૪પ૦ ના મુદામાલ સાથે પકડી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગત રાત્રીના અરસામાં કેરા દહિંસરા માર્ગે ઉપરથી પોલીસ બાતમી આધારે પીઆવા વિસ્તાર કેરા રહેતા દેવજી શિવજી વેકરીયા (ઉ.વ.૬૦)ને પકડી પાડયો હતો. જીજે ૧ર બીએચ પ૦૮૬ નંબરની એકટીવાની તપસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ સા કિંમત રૂ.ર,૪પ૦ નો જથ્થો મળી આવતા ૧૭,૪પ૦ નો મુદામાલ જપ્ત કરી શંકુ સામે રોહિતકુમાર મકવાણાએ ફોજદારી લખાવતા કેરા ઉપથાણાના એ.એસ.આઈ. ભુપતસિંહ ઝાલાએ કાર્યવાહી હાથ ધરી હતી.