Skip to content
જેતપુરમાં જૂનાગઢ રોડ ઉપર શાંતિનગરમાં ઘર નજીક બેઠેલા વૃધ્ધાના ગળેથી બે ગઠિયા સોનાનો ચેઈન ઝૂંટવીને બાઈકમાં ફરાર થઈ ગયાની ફરિયાદ લખાવાઇ હતી. જેતપુરમાં શાંતિનગરમાં પટેલ હાર્ડવેરની બાજુમાં ઓમ નમ: શિવાય મકાન નજીક ઈન્દુમતીબેન વિનોદરાય જોશી (ઉ.વ.65) ખુરશી પર બેઠા હતા ત્યારે ડબલસવારી બાઈકમાં આવેલા બે અજાણ્યા ઇસમો પૈકી પાછળ ઇસમે વૃધ્ધાના ગળેથી સોનાનો ચેઈન ઝૂંટવીને બંને બાઈકમાં ભાગી છૂટયા હોવાની સિટી પોલીસમાં ફરિયાદ લખાવાઇ હતી.