સિનુગ્રામાં ચોરીની કોશિશ કરનારા બે ઇસમો પકડાયા

copy image

copy image

સિનુગ્રા ગામમાં પવનચક્કીના કાટમાળમાંથી ચોરીની કોશિશ કરતા બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. સિનુગ્રા ગામની સીમમાં આવેલી સુઝલોન કંપનીની એસ.જી. 60 નામની પવનચક્કી પાસે સવારના અરસામાં  આ બનાવ બન્યો હતો. ઈગલ આઈ નામની એજન્સીમાં સિક્યુરિટી ઈન્ચાર્જ તરીકે કામ કરનાર ફરિયાદી ધીરૂભા ભુરૂભા જાડેજા તથા ધ્રુપતસિંહ જાડેજા સવારના અરસામાં  વાહન લઈને રાઉન્ડ ઉપર નીકળ્યા હતા. દરમ્યાન સિનુગ્રાની પવનચક્કી અગાઉ સળગી જતાં તેનો કાટમાળ પડયો હતો, ત્યાં બે ઇસમો  કંઈ કરતા નજરે પડયા હતા. તેમનો પીછો કરી બંનેને પકડી પાડી પોલીસના હવાલે કરાયા હતા. ચોરીની કોશિશના આ બનાવ અંગે પોલીસે હિદાયત   ઉર્ફે અબ્દુલ સજાદ અંસારી તથા પ્રવીણ લધુ મહેશ્વરી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.