આદિપુરમાંથી હારજીતનો તીનપતીનો જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા. આ બનાવની મળતી વિગતો પ્રમાણે હનુમાન મંદિર ગોલાઇ નજીક તીનપતીનો જુગાર રમતા સુરજ બાબુ સથવારા, તુલસી ઉર્ફે રવિ ઉર્ફે સેવડી પેથા મહેશ્વરી, રજૂ માવજી દેવીપૂજક, સાગર રમેશ ઠક્કરને 10,630 રોકડા, મોબાઈલ નંગ 3 કિંમત રૂ. 3,000 મળી કુલ 13,630 ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા પોલીસે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.