અંકલેશ્વર: શનિવારી બજારમાંથી ફોન અને પાકીટની તસ્કરી કરનાર બે ઈસમની પોલીસે કરી અટક

અંકલેશ્વરના ભડકોદ્રા ગામના આયોધ્યા નગર-2 સોસાયટીમાં રહેતા બ્રીજકિશોર વિશ્વકર્મા શનિવારના ગોપલનગર બસ સ્ટેન્ડ પાસે ભરાતા શનિવારી બજારમાં ગયા હતા. દરમિયાન તેમના શર્ટના ખિસ્સામાંથી પાકીટ તથા મોબાઈલની કોઈ ચોરી કરી પલાયન થઇ ગયો હતો. તેઓએ આ બનાવ અંગે જીઆઇડીસી પોલીસ સ્ટેશને ૧૫ હજારથી વધુના મુદ્દામાલની તસ્કરીની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે પાકીટ અને ફોનની તસ્કરી કરનાર સુરતના કોસાડ ખાતે રહેતા સલમાન મહેમુદ પટેલ અને અનીશ સબીર શેખને પકડી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *