સાંય ગામના વાડી વિસ્તારમાંથી રૂ.૧,૧૮,૪૫૦ ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમો પકડાયા

સાંય ગામના વાડી વિસ્તારમાંથી રૂ.૧,૧૮,૪૫૦ ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમો પકડાયા આડેસર પોલીસ પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળેલ કે ખીમાભાઈ પટણી (પટેલ) રહે સાંય તાલુકો રાપર વાળાની વાડીમાં બનાવેલા મકાનની છત પર ખુલી જગ્યામા ગંજીપાના વડે ઇસમો જુગાર રમી રહ્યા છે. તેવી સચોટ બાતમી મળતા ઉપરોક્ત જગ્યાએ દરોડો કરતા રૂ.૧૦,૯૫૦ તથા મોબાઈલ ફોન નંગ ચાર કિંમત રૂ.૨,૦૦૦ તથા ટુ વ્હીલર મોટર સાઇકલ નંગ ચાર કિંમત રૂ.૧,૦૫,૦૦૦ તથા ગંજીપાના એમ કુલ મળીને રૂ.૧,૧૮,૪૫૦ ના મુદ્દામાલ સાથે પાંચે ઇસમો હિતેન્દ્રસિંહ ઘનશ્યામ સિંહ જાડેજા ઉ.વર્ષ ૨૩,રહે ગાગોદર તા.રાપર, કાદર મીઠુ મનસુરી ઉ.વર્ષ ૪૫ રહે ગાગોદર, રમેશ હઠાભાઇ ભરવાડ ઉ.વર્ષ ૩૦ રહે ગાગોદર, રામા હઠાભાઇ ભરવાડ ઉ.વર્ષ ૨૬ રહે ગાગોદર, તથા રમેશ કમા   કોલી ઉ.વર્ષ ૪૦ રહે કીડીયાનગર તા.રાપર નાઓને મુદ્દામાલ સાથે પાંચે શખ્સોને પકડી પાડેલ હતા. આ કામગીરીમાં આડેસર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ્પેક્ટર વી.જી.લાંબરીયા, એએસઆઈ રમેશભાઈ તુલસીભાઇ પટેલ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ નાથાભાઇ, પો.કો.મહેશભાઈ ગોરધનભાઈ, શૈલેશ વશરામભાઈ, દલપતજી પીરાજી સોલંકી, દિપાભાઇ અમરાભાઇ વગેરે નાઓએ સાથે રહી આ કામગીરી પાર પાડેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *