મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે ભરચક વિસ્તારમાં બપોરના અરસામાં મહિલાના ગળામાં પહેરેલી અઢી તોલાની સોનાની ચેઇન કિંમત 50 હજારની અજાણયા બાઇક સવારો ખેચી ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે તેમજ મોટા કાંડાગરા ગામે રહેતા વસંતબા ખેંગારજી ચૌહાણની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચીલ ઝડપનો બનાવ મંગળવારે બપોરના અરસામાં બન્યો હતો ફરિયાદી મહિલા પોતાના ઘર તરફ પગે ચાલીને જતા હતા. ત્યારે આદર્શ ટાવર પાસેના ગુજરાવાસ જતી શેરીમાં બાઇક પર બે અજાણ્યા શંકુઓ પાછળ આવ્યા હતા. જેમા બાઇક ચાલકે ફરિયાદીના ગળામાં હાથ નાખીને ફરિયાદી મહિલાએ ગળામાં પહેરેલી અઢી તોલાની સોનાની ચેઇન કિંમત 50 હજારની ખેચી ફરાર થઇ ગયા હતા. અચાનક બાઇક સવારોના હુમલાથી હેબતાઇ ગયેલ મહિલાએ બુમા બુમ કરી મુકી હતી જોકે આસપાસથી માણસો દોડી આવે તે પૂરવે બાઇક સવારો નાશી ગયા હતા. મુન્દ્રા પોલીસે ભોગબનનાર મહિલાની ફરિયાદ પરથી અજાણ્યા બાઇક સવારો સામે ગુનો દખલ કરી પકડી પાડવા કાર્યવાહી તેજ કરી છે.