Skip to content
કપડવંજ:રૂરલ પોલીસ ગત સાંજના અરસામાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન કપડવંજ તાલુકાના તોરણા ગામે મોટા કસ્બામાં રહેતાં સિકંદરમીયાં જીવામીયાં કુરેશીના મકાન આગળ આવેલ અડારાની ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે જુગારીઓ ભાગી જાય તે પહેલાં જ પોલીસે ૧૫ જુગારીઓને પકડી પાડ્યાં હતાં. જેમાં સિકંદરમીયાં જીવામીયાં કુરેશી (તોરણા), ફારૂકભાઈ મુસાભાઈ શેખ (કપડવંજ), કાદરમીયાં જીવામીયાં કુરેશી (તોરણા), સલીમભાઈ સુજાદમીયાં શેખ (રામોલ), મુસ્તાકભાઈ કાસમભાઈ ભટ્ટીયારા (કપડવંજ), રફીકમીયાં ઉર્ફે પતલી મહંમદભાઈ શેખ (કપડવંજ), મહેબુબમીયાં ઉસ્માનમીયાં ચૌહાણ (કઠલાલ), ઈમરાનભાઈ ઈસ્માઈલભાઈ મલેક (તોરણા), ચંદ્રકાંત બળદેવદાસ વૈષ્ણવ (તોરણા), રાજુખાન દિલદારખાન પઠાણ (તોરણા), મુસ્તાકમીયાં મહંમદભાઈ શેખ (કપડવંજ), અલ્તાફ અબ્દુલગની શેખ (કપડવંજ), યુસુફ અબ્દુલમજીદ મન્સુરી (કપડવંજ), મકસુદ ઈબ્રાહિમભાઈ શેખ (કપડવંજ) અને સિરાજભાઈ ઈસ્માઈલભાઈ શેખ (કપડવંજ) નો સમાવેશ થાય છે.