સરહદી પચ્છમના નાની દધૃધર ગામે હિાથયારો અને ચોરાઉ બાઈક સાથે બે શખ્સોની એસઓજીની ટીમે ઝડપી પાડીને તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં આ કેસમાં વધુ તસ્કરીઓના ભેદ ઉકેલાવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જાણવા મળતી વિગતો અનુસાર એસઓજીની પેટ્રોલીંગ દરમિયાન અઝીમ જાકબ છેર અને હુસેન ઈલીયાસ છેરના રહેણાંકના ઘરમાં પોલીસે દેશી બનાવટની બંદુક બે મળી આવી હતી. અઝીમ છેર છ બાઈક તેમજ હુસેન ઈલીયાસ પાસેાથી બે બાઈક મળી આવી છે. બન્ને શખ્સોએ માધાપર તેમજ નાના યક્ષના મેળો, ધ્રંગ મેળો અને કુકમા ગામે તસ્કરી કરી હોવાની કબુલાત આપી છે. પોલીસે ૧.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ શખ્સોને ખાવડા પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. એકપછી એક ગુનામાં કબ્જો સોંપવામાં આવશે. છેલ્લા ઘણા સમયાથી જોવા જઈએ તો ભુજ તાલુકા વિસ્તારમાં બાઈક તસ્કરીના બનાવો વધી ગયા હતા. જેની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી અંતે પોલીસે ભેદ ઉકેલી પાડતા વાહન માલીકોએ હાંસકારો અનુભવ્યો હતો.