સુરત-ખેજાદ ગામમાં ટાંકીમાં છુપાવેલો દારૂ પોલીસે પકડી પાડ્યો

રાજસ્થાનની સરહદે આવેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરતાં રવિવારના અરસામાં રાજસ્થાનના સાંચોરના શીલુ ગામ તરફથી થરાદના નારોલી ગામ તરફ આવતા રસ્તા પર નારોલી ચેકપોસ્ટ પરથી પસાર થતી ટવેરા કારને પોલીસે રોકાવી તલાશી લેતાં મમરાની આડમાં વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. ખટોદરા વિસ્તારમાં ખજોદ ગામ કચરા પ્લાન્ટની બાજુમાં બનાવાયેલી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં છુપાવી રાખવામાં આવેલા દારૂને પોલીસ પકડી પાડ્યો હતો. અને દારૂ છુપાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, હેમંત ઉર્ફે ભીખો ઉર્ફે માલીયો ખટોદરા ખજોદ ગામની બાજુમાં આવેલા કચરા પ્લાન્ટની પાસે બનાવવામાં આવેલી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે. જેથી પોલીસ ટીમ બનાવી દરોડો પડ્યો હતો. જેમાં ટાંકીમાં ૧,૧૧૬ દારૂ અને બિયરની બોટલ મળી આવી હતી. જેની કિંમત અંદાજે રૂ.૧.પ૪ લાખ થયા છે. પોલીસ દારૂ જપ્ત કરી શખ્સ હેમંતને વોન્ટેડ જાહેર કર્યો છે. અને વધુ કાર્યવાહી ખટોદરા પોલીસ કરી રહી છે. થરાદના નારોલી ચેકપોસ્ટ પરથી રવિવારના અરસામાં ટવેરા કારમાં મમરાની આડમાં સંતાડીને લવાતો વિદેશી દારૂ સાથે બે શખસો પકડાઈ ગયા હતા. પોલીસે વિદેશી દારૂ સહિત કાર મળી કુલ રૂ.ર.ર૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રાજસ્થાનની સરહદે આવેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરતાં રવિવારના અરસામાં  રાજસ્થાનના સાંચોરના શીલુ ગામ તરફથી થરાદના નારોલી ગામ તરફ આવતા રસ્તા પર નારોલી ચેકપોસ્ટ પરથી પસાર થતી ટવેરા કારને પોલીસે રોકાવી તલાશી લેતાં મમરાની આડમાં વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. પોલીસે ટવેરા કારમાંથી રૂ.ર૯ હજારની કિંમતનો ર૮૮ બોટલ વિદેશી દારૂની અને કાર મળી કુલ રૂ.ર.ર૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં રાણપુરી ભીખપુરી ગૌસ્વામી તેમજ જેમલ રામચંદભાઇ ઠાકોરની ધરપકડ કરી કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *