વડોદરા : તાંદલજાના નૂરાની પાર્કના ઘરમાં જુગાર રમતા 10 પકડાયા, મકાનમાલિક વોન્ટેડ

0
20180712_122228.jpg
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં નવા બંધાતા ઘરમાં જુગારનો અડ્ડો ચાલી રહ્યો હોવાની માહિતીને પગલે પોલીસે દરોડો પાડી દસ ઇસમોને પકડી પાડ્યા હતા. નૂરાની પાર્કમાં રહેતા સઈદભાઈના ઘરમાં જુગાર રમતો હોઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાત્રિના અરસામાં દરોડો પાડ્યો હતો. પોલીસે ઇસમો પાસે રૂ. 51 હજાર રોકડા, 12 મોબાઇલ અને 2 સ્કૂટર તેમજ રીક્ષા મળી રૂ. 2 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે મકાન માલિક સઈદભાઈને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *