લીમખેડાના અગારા ગામ પાસે બાઇક અકસ્માતમાં એક શખ્સ નું મૃત્યુ

લીમખેડા તાલુકાના અગારા ગામે રસ્તા ઉપર રાત્રિના અરસામાં બે મોટર સાયકલો સામસામે ભટકાતા અકસ્માત થયો હતો. તેથી સર્જાયેલા આ અકસ્માતમાં બંને મોટર સાયકલ પર સવાર ચાર શખ્સોઓને ઇજા પહોંચી હતી. જે પૈકીના અગાસવાણીના યુવકનું શરીરે પહોંચેલી ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું. અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને દાહોદ ખસેડાયા હતા. ધાનપુર તાલુકાના અગાસવાણી ગામના રાહુલ કબાનભાઇ તડવી ગત રાત્રિના અરસામાં ભોરવા ગામે તેના પિતા કબાનભાઇ તથા તેની માતા સાથે મોટર સાયકલ લઇને ભોરવા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન તેના કુટુંબી ભાઇ શૈલેષ સોમા તડવીએ રાહુલ તડવીને ફોન કરીને લીમખેડા બસ સ્ટેશન પર પોતાને લેવા માટે બોલાવ્યો હતો. તેથી રાહુલ તડવી અને રાણીયા ગોપસીંગ તડવી બંને જણા મોટર સાયકલ પર લીમખેડા જવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં અગારા ગામ નજીક પહોંચતા સામેથી પુરઝડપે આવતી એક મોટર સાયકલ તેઓની સાથે જોશભેર ભટકાઇ હતી. જેને લઇને બંને મોટર સાયકલ પર સવાર ચાર શખ્સો નીચે પટકાયા હતા. અકસ્માતમાં રાહુલ કબાન તડવીનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું. જયારે તેની પાછળ બેઠેલા રાયણી ગોપસીંગ તડવીને જમણા હાથે પગે ફ્રેકચર થયુ હતું. ઉક્ત સામે વાળી મોટર સાયકલ પર સવાર બે શખ્સો મળી કુલ ત્રણ ઇજાગ્રસ્તોને લીમખેડામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે દાહોદ સિવિલ રિફર કરવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે કબન તડવીએ લખાવેલી ફરિયાદના પગલે પોલીસે મોટર સાયકલ ચાલક વિરૃદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *