કોઠારીયા રસ્તા પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે ઇસમો ઝડપાયા

રાજકોટ કોઠારીયા મેઇન રસ્તા પર ભકિતનગર પોલીસ બાતમીના આધારે રેડ પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઇસમોને ઝડપી લીધા હતા. મળતી વિગત અનુસાર શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી ભકિતનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.જેબલીયા, હેડ કોન્સ.રણજીતસિંહ, સલીમભાઇ, વિક્રમભાઇ મહેન્દ્રસિંહ, વાલજીભાઇ, દેવાભાઇ, દિવ્યરાજસિંહ, ભાવેશભાઇ, મનીષભાઇ, રાજેશભાઇ તથા હિતેષભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા. ત્યારે વાલજીભાઇ, રણજીતસિંહ તથા સલીમભાઇને મળેલી બાતમીના આધારે કોઠારીયા મેઇન રોડ પેટ્રોલ પંપ સામે દરોડો પાડી જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા વિરેન્દ્ર ઉર્ફે ભોલો છગનભાઇ ડોબરીયા (ઉ.વ.૩૦) અને મોહીત ધીરૂભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૦) ને ઝડપી પાડી રૂ.પ હજાર રોકડા તથા બે મોબાઇલ મળી રૂ.૧૭,૦૦૦ની મતા જપ્ત કરી તપાસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *