કાર અને એક્ટિવામાં દારૂની હોમ ડિલિવરી કરવા જતાં, ૧૧૦ પેટી દારૂ ઝડપાઇ ગયો

સેટેલાઇટ વિસ્તારમાં આવેલા હિમાલયા ટાવર નજીક બીજલ બંગલામાં સ્ટેટ મોનિટરિંગ સેલે સોમવારના સવારના અરસામાં દરોડો પાડ્યો હતો. જેમાં બંગલામાં ૬.૮૦ લાખનો દારૂનો જથ્થો ઉતારતા બે બુટલેગરને પકડી લીધા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે ઇસનપુરના બે શંકુઓની અટક કરી ત્રણ વાહનો જપ્ત કર્યા હતા. શંકુઓ રાજસ્થાનથી દારૂ લાવીને ઇસનપુર સહિતના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ચોરી છૂપીથી હોમ ડિલિવરી કરતા હતા. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. સેટેલાઇટના શ્યામલ સર્કલ નજીક આવેલા બીજલ બંગલોઝમાં દારૂનો જથ્થો હોવાની માહિતી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે સોમવારના સવારના અરસામાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ફોર્ચ્યૂનર કારમાંથી બે શંકુઓ દારૂનો જથ્થો કાઢી રહ્યા હતા. પોલીસે બંને શંકુની અટક કરી દારૂના જથ્થાની ગણતરી કરતા ૧૧૦ પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઇસનપુર ભરવા ડવાસમાં રહેતા બુટલેગર સચિન કમલેશભાઈ ઠાકર અને તેના સાગરીત ધવલ રાદડિયાને ઝડપી પાડયો હતો. સોમવારના સવારના અરસામાં જ ફોર્ચ્યૂનર કારમાં રાજસ્થાનથી દારૂ ભરીને કુંતલ નામનો શંકુ એસજી હાઇવે પર આવેલી ખેતલાપા ટી સ્ટોલ પર લઈને આવ્યો અને ત્યાથી આ બંને શંકુએ ડિલિવરી લઈને બંગલામાં પર લઈ આવ્યા હતા. પોલીસે દરોડો પાડી ૬.૮૦ લાખનો દારૂ ઝડપી પાડયો હતો. આ શંકુઓ ચેરવોલેટ અને એક્ટિવામાં દારૂની ડિલિવરી કરતા હોવાનું ખુલ્યું છે. પોલીસે બુટલેગર કુંતલ મહારાષ્ટ્ર પાર્સિંગની ફોર્ચ્યૂનર કાર કબ્જે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *