રાપર પોલીસે 22.38 લાખનો દારૂ પકડ્યો

લોકસભાની ચૂંટણી ટાણે કચ્છમાં શરાબની રેલમછેલ કરવાના બુટલેગરોના મનસુબા પર રાપર પોલીસે પાણી ફેરવી દીધું છે. રાપર પોલીસે છાણિયા ખાતરની આડમાં રાજસ્થાનથી કચ્છમાં ધૂસાડાઈ રહેલો 22.38 લાખની કિંમતનો ભારતીય બનાવટ અંગ્રેજી શરાબનો જંગી જથ્થો કબ્જે કર્યો છે. રાપરના પોલીસ કોન્સ્ટેબલ સેંધાજી પરમારને મળેલી બાતમીના આધારે રાપરના ઇન્ચાર્જ પીઆઇ જે.એચ. ગઢવી, પીએસઆઈ એન.વી. રહેવર, એ.બી.ચૌધરી અને ટીમે માંજુવાસ ફતેગઢ વચ્ચે નર્મદા કેનાલતા પુલ નજીક વોચ ગોઠવી હતી. પોલીસે અહીંથી પસાર થતી આરજે 19 જીએ9099 નંબરની ટ્રકની તપાસ કરતાં તેમાંથી 22.38 લાખની કિંમતના અંગ્રેજી શરાબની 500નંગ બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રકચાલક સુરેશચંદ્ર ભંવરલાલ સાલવી અને કિલનર નરેન્દ્ર ઉર્ફે લતારામ કેવલરામજી ગર્ગની 7,400 રૂપિયાની રોકડ, બે મોબાઈલ અને 8 લાખની ટ્રક મળી કુલ 30.49 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો કચ્છમાં કોને અને ક્યાં ડિલિવર કરવાનો હતો. તે બાબતે પોલીસે સધન કાર્યવાહી આદરી છે.             

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *