રાજકોટમાં તસ્કરી લૂંટફાટ અને હત્યાના બનાવો સામાન્ય બન્યા છે. ત્યારે પોલીસે પણ ઇસમોને ઝડપી પાડવા કમર કસી હોઈ તેવુ લાગી રહ્યુ છે. ત્યારે રાજકોટના બિ ડિવીઝન પોલીસે 3 હથિયાર સાથે 2 ઈસમની અટકાયત કરી છે. ડિસીપી રવિ મોહન સૈનીના જણાવ્યા પ્રમાણે બિ ડિવીઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓને બાતમી મળી હતી કે પેડક રસ્તા પર એક વસંત નામના વ્યક્તિ પાસે દેશી બનાવટની પીસ્ટલ પડી છે. જે બાદ તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી દેશી રિવોલ્વર મળી આવી હતી. તો તે બાદ ઈગુજકોપમા ચેક કરતા ઈસમની ગુનાહિત ઈતિહાસ પણ મળી આવ્યો. તો સાથેજ ઈસમના ઘરની ઝડતી લેતા તેના ઘરમાંથી વધુ બે રિવોલ્વર મળી આવી છે. ઈસમ પોતાના ઘરમાં હથિયાર પાણીના મટકામાં રાખતો હતો. તો સાથે જ હથિયારના ગુનાના કામે વસંત સાથે કામ કરતા હિરેન દેસાઈને પણ ઝડપી પકડવામાં આવ્યો છે. હાલ બંને ઈસમને ગુનાના કામે રિમાન્ડ માટે કોર્ટમા રજુ કરવામા આવશે. તો રિમાન્ડ મળ્યા બાદ હથિયાર કોને કોને વહેચ્યા છે. કેટલા રૂપિયામા વહેંચાણ કરવામા આવતા હતા. જે તમામ બાબતો અંગે પુછપરછ કરવામા આવશે. તો સાથે જ પોલીસની પ્રાથમિક પુછપરછમા હથિયાર સપ્લાય કરનાર બે ઈસમના નામ ખુલ્યા છે જેમના નામ રાકેશ ઠાકુર અને પંડીત છે. જે બંનેની અટકાયત કરવા માટે રાજકોટ બિ ડિવીઝન પોલીસની એક ટીમને ઉતરપ્રદેશ રવાના કરવામાં આવી છે.