મુન્દ્રા : તાલુકાના મોટા કાંડાગરા ગામે મહિલાના ગળામાંથી પ૦ હજારની ચેઈનની ચિલઝડપ કરનાર શંકુઓ ભુજ ખાતે સીસીટીવી કેમેરામાં આબાદ પકડાઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર મોટા કાંડાગરા ગામે રહેતી વસંતબા ખેંગારજી ચૌહાણ પોતાના ઘર તરફ પગે જતી હતી ત્યારે આદર્શ ટાવર પાસેના ગુજરાવાસી જતી શેરીમાં બાઈક પર આવેલા બે અજાણ્યા શંકુઓ પૈકી બાઈક ચાલકે ગળામાં હાથ નાખી અઢી તોલા સોનાની ચેઈન કિંમત રૂ.પ૦ હજારની ચિલઝડપ કરી નાસી જતા મુન્દ્રા પોલીસે ગુનો નોંધી ભુજપુર ઉપથાણાના સહાયક ફોજદાર નિરૂભા ઝાલાએ કાર્યવાહી હાથ ધરી હતી. સાંજના અરસામાં ભુજ શહેરના ઈગ્લીંશ સ્કૂલને અડીને આવેલા સોસાયટીમાં પુષ્પાબેનના ગળામાંથી થયેલ ચેઈનની ચિલઝડપના બનાવથી કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. આસપાસ લાગેલ સીસીટીવી કેમેરાની તપાસ કરતા તેમજ મુન્દ્રા પોલીસે પણ સીસીટીવી કેમેરા તપાસના બંને બનાવને અંજામ આપનાર બે શંકુઓ એક જ હોવાના ફુટેજ મળી આવ્યા હતા. પોલીસે તેમને શોધવા કાર્યવાહી હાથ ધરી હતી.