27.75 લાખના મુદ્દામાલ સાથે 10 ઇસમો ઝડપાયા

આદિપુરના વોર્ડ 3માં આવેલા મૈત્રી બંગલાના 3 બી બંગલામાં ચાલી રહેલા આઇપીએલ સટ્ટાના મોટા રેકેટનો પુર્વ કચ્છ એસઓજી અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન દ્વારા પર્દાફાશ કરી કોમ્યુનિકેશન કોન્ફરન્સ મશીન, રોકડ, વાહનો તેમજ મોબાઇલ અને લેપટોપ સહિત કુલ રૂ.27,75,000 ની કીંમતના મુદ્દામાલ સાથે 10  ઇસમોને ઝડપી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. આ અંગે ભુજ સાયબર સેલ તથા પુર્વ કચ્છ એસઓજીના પીઆઇ જે.પી.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બોર્ડર રેન્જ આઇજી ડી.બી.વાઘેલાને બાતમી મળી હતી કે, આદિપુર ખાતે મૈત્રી બંગલો વિસ્તારમાં આવેલું બી3 નંબરનું મકાન મોરબીના વાગપરાની શેરી ન઼બર 6 ખાતે રહેતો અબ્દુલ હમીદ ઉર્ફે સુમન આદમભાઇ ચાનિયાએ ભાડે રાખ્યુંછે અને બહારથી બોલાવી આ ઘરમાં આઇપીએલ-2019ની રમાતી મેચો ઉપર સટ્ટો રમાડે છે, આ બાતમીના આધારે એસપી પરિક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ એસઓજી અને એલસીબીએ સંયુક્ત ટીમ બનાવી રેડ પાડી હતી. જેમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમી રહેલા 10 ઇસમોને 4 કોમ્યુનિકેશન કોન્ફરન્સ મશિનો, લેપટોપ, મોબાઇલ, રોકડ રકમ, એલઇડી ટીવી ચાર કાર સહિત કુલ રૂ.27,75,000 ના મુદ્દામાલ સાથે ઝડપી તેમના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. આ કામગીરીમાં એસઓજી પીઆઇ સાથે એલસીબીના પીએસઆઇ એમ.એસ.રાણા, એ.પી.જાડેજા, એસઓજી પીએસઆઇ એન.એન.રબારી, એલસીબી એએસઆઇ પ્રવિણ પલાસ, દેવરાજ આહીર, નરશી પઢિયાર, પુષ્પરાજસિંહ ગોહિલ,પ્રહલાદસિંહ ચુડાસમા, કોન્સટેબલ બલભદ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, એસઓજીના એએસઆઇ રમજુ, અજયસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *