ભચાઉ તાલુકાના શીવલખા ગામની સીમમાથી પુર્વ કચ્છ એલસીબીએ પેટ્રોલિંગ દરમીયાન દેશી બંદૂક સાથે એક શંકુને ઝડપી પાડી તેના વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. આ અંગે વિગતો આપતાં પુર્વ કચ્છ એલસીબીના પીએસઆઇ એમ.એસ.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પીઆઇ ડી.બી.પરમારના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમીયાન ભચાઉ તાલુકાના શિવલખાની સમમાં રૂ.7,000 ની કિંમતની દેશી બંદૂક સાથે ભચાઉ તાલુકાના જડસામાં રહેતા માનસંગ બીજલભાઇ કોલીને ઝડપી પાડી તેના વિરુધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે લાકડીયા પોલીસને સોંપ્યો હતો. આ કામગીરીમાં એલસીબી પીએસઆઇ રાણા સાથે પીએસઆઇ એ.પી.જાડેજા, એલ.સી.બી. સ્ટાફનાં એએસઆઇ દલસીંગભાઇ કાનાણી, પ્રવિણસિંહ પલાસ તથા હેડકોન્સટેબલ મહેન્દ્રસિંહ બી. જાડેજા જોડાયા હતા.