ઉમરેઠમાં ગોડાઉનના તાળા તોડી તસ્કરોએ દોઢ લાખની મતાની ચોરી કરી

ઉમરેઠ શહેરના બસસ્ટેન્ડ નજીક આવેલા એક ગોડાઉનમાં મધરાત્રીના અરસામાં ત્રાટકેલા કેટલાક તસ્કરોએ તાળા તોડીને અંદરથી લાખોની મત્તાની ચીજવસ્તુઓની તસ્કરી કરીને પલાયન થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશને હજી સુધી કોઈ ફરિયાદ થવા પામી નથી પરંતુ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ટીનુભાઈ ગાંધી ગુટખા, બીડી-સિગરેટ, સોપારી વગેરેનો હોલસેલ ધંધો કરે છે. બસસ્ટેન્ડ પાસે આવેલા પોલીસ સ્ટેશનની પાછળના શુભલ-મી શોપીંગ સેન્ટરમાં તેમનું ગોડાઉન આવેલુ છે. જેમાં રાત્રીના અરસામાં તેઓએ મંગાવેલો માલ આવી જતાં ગોડાઉનમાં ઉતારીને ઘરે ગયા હતા. દરમ્યાન મધ્યરાત્રીના અરસામાં કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને લોખંડના દરવાજાના તાળા તોડીને અંદર પ્રવેશ કરીને વિમલ, રજનીગંધા સહિત ગુટખા, સોપારી, સિગરેટો સહિતનો જથ્થો તસ્કરીને પલાયન થઈ ગયા હતા. સવારે જ્યારે માલિક ગોડાઉન પર આવ્યા અને તપાસ કરી તો તસ્કરી થયાનુ માલુમ પડ્યુ હતુ. જેથી તેઓએ તુરંત જ ઉમરેઠ પોલીસનો સંપર્ક કરતાં પોલીસ આવી ચઢી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.















Leave a Reply

Your email address will not be published. Required fields are marked *