ભાવનગરમાં દુષ્કર્મનો શખ્સ ઝડપાયો

પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુ.ર.ન ૨૮/૨૦૧૮ ઇ.પી.કો. ૩૬૩/૩૬૬ મુજબના ગુન્હાના કામે નાસ્તો ફરતો શખ્સ નાનજીભાઇ ખીમજીભાઇ સોલંકી (વણકર) રહે. ભીકડા વાળો સીદસર ચોકડી એ ઉભો છે તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ જતા ગુન્હો કરેલાનો એકરાર કરતા મજકુરને પંચો રૂબરૂ સી.આર.પી.સી મુજબ ધોરણસર ધરપકડ કરવામાં આવેલ છે. આગળની તપાસ કરવા વરતેજ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આ કામગરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો હે.કો. રાજપાલસિંહ સરવૈયા, જીતેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ સરવૈયા વગેરે ટીમના માણસો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *