સંતરોડ પાસેથી ટેમ્પામાંથી રૂ. ૪.૬૦ લાખનો દારૂ કબ્જે

ગોધરા મોરવા(હ)ના સંતરોડ નજીકથી પોલીસે પીકઅપ ટેમ્પામાં મકાઇના ભુંસાની બોરીઓ નીચે ભરી લઇ જવાતાં ૪.૬૦ લાખના વિદેશી દારૂ સાથે બે ઈસમની અટક કરી છે. પોલીસે ટેમ્પો સાથે કુલ ૮.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચુંટણી પ્રચાર અંતિમ ચરણો તરફ આગળ વધી રહયો છે ત્યારે પરંપરા મુજબ દારૂ વહેંચવા માટે જરૂરીયાત મંદો એકટીવ બન્યા છે ત્યારે પોલીસ પણ સક્રિય બની છે જેને પગલે ઇસમોઓને ફાવાટ આવતી નથી. મોરવા પોસઇ જે.એન.પરમાર અને સ્ટાફ દ્વારા સંતરોડ સાલીયા પોલીસ ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પસાર થતાં એક પીકઅપ ટેમ્પાને અટકાવી તલાશી કરી હતી. દરમિયાન મકાઇના ભુંસાની બોરીઓ નીચે તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાબતે પોલીસે ચાલક પંકજ લલીત સંઘવી અને નરસીંહ લીંબા રબારીની પુછપરછ કરતાં કાર ચાલક વહતાભાઇ ઉર્ફે વાસુભાઇ રબારી અને ભાવેશ પ્રજાપતિ દ્વારા ભરાવી પાયલોટીંગ કરી રહયા હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે ટેમ્પામાંથી ૩૮૪૦ ક્વાટરીયા રૂ.૪.૬૦ લાખનો વિદેશી દારૂ અને ચાર લાખનો ટેમ્પો મળી ૮.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુલ ચાર ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *