વાડજમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો લેતા બે શંકુઓ પકડાયા

વાડજમાં એક ઘરમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો લઈ રહેલા બે શંકુની પીસીબી પોલીસે અટક કરી હતી. અહીંથી પોલીસે ટીવી, મોબાઈલ અને લેપટોપ મળીને ૩૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પીસીબીને ૧૮ એપ્રિલના રોજ માહિતી મળી હતી કે વાડજના એખબારનગર સર્કલ પાસેના આકાશદીપ એપાર્ટમેન્ટના એક ઘરમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર કેટલાક શંકુઓ સટ્ટો લઈ રહ્યા છે. માહિતીને આધારે પોલીસે અહીં રેડ પાડીને આ ફ્લેટમાં રહેતા દક્ષેષ બી.શાહ અને ચાંદલોડીયામાં રહેતા ખોડાભાઈ એ.પટેલની અટક કરી હતી. અહીંથી પોલીસે લેપટોપ, ટીવી રોકડ રકમ અને ૯ મોબાઈલ મળીને રૂ.૩૪,૯૭૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં શંકુઓ સનરાઈઝ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપરકિંગ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો લઈ રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય ગ્રાહકોના હિસાબી લેવડદેવડની નોંધ રાખતા હતા. બાદમાંથરાદના અમરતભાઈ અને ચાણસ્માના સુનિલ પટેલ પાસે આ રકમ કપાવી હવાલા મારફતે નાણાંની લેવડદેવડ કરતા હતા. પોલીસે પલાયન અમરત અને સુનિલની શોધખોળ શરૂ કરી છે.
                                                                                       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *