ભરૂચ : ઉમરાજ ગામ જવાના રસ્તા ઉપર પોલીસ ટીમે વોચ ગોઠવીને વિદેશી શરાબ ભરેલી ત્રણ ઓટો રીક્ષા પકડી લીધી છે. આ શરાબનું કટિંગ કરે તે પહેલા જ એલસીબીએ દારૂના જથથાસ સાથે એક ઈસમની ધરપકડ કરી છે. ભરૂચ જીલ્લાના પોલીસ દ્વારા લોકસભા ચુંટણી અન્વયે જીલ્લામાં પ્રોહી તથા જુગારના ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે એલ.સી.બી ભરૂચની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન બાતમી મળેલ કે ભરૂચનો જાણીતો બુટલેગર રાહુલ કાશોરભાઇ કાયસ્થનો એક સ્વીફ્ટ કારમાં વિદેશી શરાબ ભરી લાવી ઉમરાજ ગામે જતા રસ્તાની બાજુમાં ખુલ્લા ખેતરમાં કટીંગ કરવાનો છે અને ગ્રાહકોને ઉમરાજ ગામે જતા રસ્તા ઉપર બોલાવેલ છે. જે આધારે ઉમરાજ ગામ જવાના રસ્તા ઉપર પોલીસ ટીમે વોચમા રહી એક શખ્સ તથા ત્રણ ઓટો રીક્ષા વિદેશી શરાબ સાથે પકડી પાડી હતી. ભરૂચ એલ.સી.બી.એ ઈસમ આસીફ અબ્દુલ હમીદ શેખ રહે. સીફા રોડ ધોબી તળાવ મોટી માર્કેટ ભરૂચને પકડી પાડી તેની પાસે રીક્ષામાં રહેલ વિદેશી શરાબમાં જીનીયન્સ વ્હીસ્કી ૭૫૦ મી.લીની કુલ બોટલ નંગ ૧૩૮ કિંમત રૂ.૫૫,૨૦૦ તથા કેર્ઝી રોમીયો વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલ નંગ ૧૮૬ કિંમત રૂ.૭૪,૪૦૦ મળી કુલ બોટલ નંગ ૩૨૪ કુલ કિંમત રૂ.૧,૨૯,૬૦૦ તેમજ ઈસમની અંગઝડતીમાંથી મોબાઇલ નંગ ૦૨ કિંમત રૂ.૫૫,૦૦ તથા રોકડા રૂપિયા ૬૫૦ અને રીક્ષાઓ નંગ ૦૩ કિંમત રૂ.૧,૫૦,૦૦૦ નો મળી કુલ ર,૮૫,૭૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઈસમ વિરૂધ કાયદેસરની તજવીજ હાથ ધરી છે.