ગાંધીધામની કંપની સાથે ૧.પ૦ કરોડની છેતરપિંડી

ગાંધીધામ : શહેરમાં આવેલ કંપનીમાં કામ કરતા અમદાવાદના ઇસમે ૧.પ૦ કરોડની છેતરપિંડી કરતા અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશને ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર તેમજ પ્રિતેશભાઈ કુશરાજ પારેખ, રહે. સેકટર નંબર ૪, ગાંધીધામની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે વર્ષ ર૦૧૩-ર૦૧૪ થી આજદિન સુધી અમદાવાદમાં ઉસ્માનપુરા જીરાવાલા હાઉસ ખાતે ઈસમ અંજુલ જ્ઞાનેન્દ્ર ગૌતમ, રહે. વેજલપુર અમદાવાદે તેઓની કંપનીમાં નોકરી દરમ્યાન કંપનીના ગ્રાહકને કંપની તરફથી જે કમીશન આપવામાં આવે છે તે કમીશનમાં ખોટી રીતે વધારો કરી તેમાંથી અમુક રકમ મેળવી લઈ કંપનીનો ખાનગી ડેટા ચોરી તે ડેટા તેઓની હરીફ કંપની ‘બ્રાઈટ પેકેજીંગ કેવે એન્ટરપ્રાઈઝ’ ને પોતાના અંગત ફાયદા માટે વેચી ગુનાહીત લાભ મેળવી તે રકમ પોતાના ખાતા તથા તેમની પત્ની ના ખાતામાં તેમજ પોતાના અંગત મિત્રવતૃળના ખાતામાં જમા કરાવી છ વર્ષ દરમ્યાન ૧.પ૦ કરોડ મેળવી લઈ તેઓ સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરતા વાડજ પોલીસે ઈસમ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *