ચુંટણી લક્ષી પેટ્રોલીંગ દરમ્યાન રાજકોટ ગ્રામ્ય જીલ્લાના સાપર ગામેથી ગેરકાયદેસર હથીયાર દેશી બનાવટની (રીવોલ્વર) સાથે એક શખ્સને ઝડપી પાડતી આર.આર.સેલની ટીમ

આગામી લોકસભા સામાન્ય ચુંટણી ભયમુક્ત ન્યાયી અને શાંતીમય વાતાવરણમાં યોજાય તે હેતુથી રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી સંદિપસિંહ સાહેબે આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી એમ.પી.વાળાને તથા સેલના માણસોને ગેરકાયદેસર હથીયારો શોધી કાઢવા માટે સુચના કરતા ટીમને મળેલ હકીકત આધારે શીવરાજભાઇ ખાચર, કુલદીપસિહ ચુડાસમા, શક્તિસિહ ઝાલા, ભરતસિહ પરમાર તથા ડ્રા.ધર્મેશદાન ગઢવી અને શંતોષકુમાર પાલ નાઓને શાપર(વે.) મેઇન રોડ આદીવાસીઓના ઝુંપડા નજીકથી વર્ણનવાળો શંકાસ્પદ શખ્સ મળી આવતા તેનુ નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ અરવીંદ વાઘજીભાઇ મેડા રહે. હુળકો ચોકડી રાજકોટ મુળ-ગામ નાનીબોરીયાલ તા.ગરબાળા જી.દાહોદ વાળો હોવાનુ જણાવેલ અને તેની અંગ ઝડતી કરતા મજકુર ના કબ્જામાંથી એક દેશી બનાવટની રીવોલ્વર રૂ.૫,૦૦૦ તથા મોબાઇલ ફોન ૧ કિંમત રૂ.૫૦૦ મળી કુલ રૂ.૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસર ધરપકડ કરેલ અને મજકુર વિરુધ્ધ શાપર(વે.) પોલીસ સ્ટેશનમાં આર્મસ એકટ હેઠળ ગુનો નોંધણી કરાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *