ગાંધીધામમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઇસમની અટકાયત કરાઇ

ગાંધીધામ શહેરના સથવારા કોલોની મધ્યે આઈપીએલની લાઈવ ક્રિકેટ મેચ પર ભાવની આપ લે કરીને સટ્ટો રમતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો અને તેની પાસેથી 3 મોબાઈલ ફોન, રોકડ, સટ્ટો રમવાનું સાહિત્ય વગેરે મળી રૂપિયા 26,000નો મુદામાલ જપ્ત કરી લીધો હતો. ગત રાત્રિના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી. તેવામાં શહેરના સથવારા કોલોનીમ એક શખ્સ આઈપીએલની લાઈવ પર સટ્ટો રમતો હોવાની બાતમી મળી હતી. જેને પગલે પોલીસે વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને શખ્સ પ્રવીણ કાનજી સથવારા રહે, સેક્ટર 5, સથવારા કોલોનીવાળાની અટકાયત કરી લીધી હતી. શખ્સ પ્રવીણને પકડી પાડ્યા બાદ તેની પુછતાછ હાથ ધરી હતી. જેમાં શખ્સ પોતાના અંગત સ્વાર્થ અને ફાયદા સારૂ આઈપીએલની મુંબઇ ઈન્ડિયન્સ વી. દિલ્લી કેપીટલ વચ્ચેની ટી 20 મેચ પર મોબાઈલ ફોન મારફતે દાવ લખી સટ્ટો રમતો હતો. આઈપીએલની લાઈવ મેચ પર સટ્ટો રમતો હોવાનું ખુલતા પોલીસે તેની પાસેથી રોકડ 1,150 તથા 3 મોબાઈલ ફોન, નોટબુક, બોલપેન વગેરે મળી રૂપિયા 26,150 નો મુદામાલ જપ્ત કરી લીધો હતો. જે અંગે ગુનો દાખલ કરી પોલીસે તજવીજ હાથ ધરી છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *