હાલોલ-વડોદરા હાઇવે પર એલસીબીની ટીમે શરાબના જથ્થા સાથે ટેમ્પાને પકડ્યો


હાલોલ-વડોદરા હાઇવે પર જરોદ પાસે જિલ્લા એલસીબીએ શરાબનો જથ્થો ભરેલો ટેમ્પો પકડી પાડી શરાબની૨૧૯૨ બોટલો જપ્ત કરી બે ઇસમોની અટક કરી છે. શરાબનો જથ્થો હરીયાણાથી તિલકવાડા તાલુકામાં લઇ જવાનો હોવાની વિગતો બહાર આવી છે. બ્રાઉન રંગના આયશર ટેમ્પોમાં શરાબનો જથ્થો તિલકવાડા તાલુકાના માંગુ ગામે રહેતા મહેન્દ્ર રમણભાઇ પરમારે મંગાવ્યો છે અને આ ટેમ્પો હાલોલથી વડોદરા થઇ કરજણ તરફ જનાર છે. તેવી બાતમીના આધારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ.પી. પરમારની સુચનાથી સ્ટાફના માણસોએ જરોદ હાઇવે પર વોચ ગોઠવી બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને રોકી ટેમ્પોમાં તલાશી કરતા શરાબની બોટલનો મોટો જથ્થો મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *