બિયરની 2146 બોટલ ભરેલી કાર સાથે એક શખ્સને પોલીસે ચપેટમાં લીધો
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, એસપી રિંગ રોડ પર નરોડા વિસ્તારમાંથી વિદેશી દારૂ – બિયરની 2146 બોટલ – ટિન ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે વધુ પ્રાપ્ત થતી વિગતો અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાજસ્થાનથી દારૂ – બિયરનો જથ્થો ભરેલી એક ક્રેટા કાર એસપી રિંગ રોડ થઈને અમદાવાદ તરફ જઈ રહી છે. મળેલ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નરોડા દહેગામ સર્કલથી દાસ્તાન સર્કલ વચ્ચે વોચ ગોઠવી હતી. જોકે પોલીસને જોઈને ડ્રાઇવરે કાર પૂરઝડપે દોડાવી હતી, જેથી પોલીસે કારનો પીછો કરતા રસ્તામાં વન પ્રાણી પુનર્વસન કેન્દ્ર ખાતે ટ્રાફિક હોવાથી ક્રેટા કાર ધીમી થતા ડ્રાઇવરની બાજુની સીટમાં બેઠેલો માણસ ઊતરીને નાસી ગયો હતો.જ્યારે પોલીસે ક્રેટા કાર પકડી પાડી હતી. વધુમાં પોલીસે આ કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ – બિયરની 2146 બોટલ – ટિન નીકળી પાડ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ સાથે આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.