ભચાઉ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરાયો

આજરોજ પોલીસ મહાનિરીક્ષક શ્રી સી.બી.વાઘેલા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છનાઓની રેન્જ ભુજ વિસ્તારમાં લોકસભા ચૂંટણી 2019 અનુસંધાને પ્રોહી-જુગારની નેસ્ત નાબૂદ કરવા સારૂકડક અમલવારી કરવા મળેલ સુચના તેમજ માર્ગદર્શન આધારે પો.સબ.ઇન્સ શ્રી જી.એમ.હડિયા આર.એએ.સેલ ભુજ તથાએ.એસ.આઈ પરિક્ષિતસિંહ જાડેજા તથા એ.એસ.આઈ મેઘજીભાઈ મહેશ્વરી તથા પો.હેડ.કોન્સ શિવરાજસિંહ રાણા તથા પો.કોન્સ જયદીપસિંહ જાડેજાનાઓ સ.વા બોલેરોથી ભચાઉ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના જયદીપસિંહ જાડેજાનાઓ બાતમી હકીકત મળેલ કે ભચાઉ દરબાર ગઢમાં રહેતા રામદેવસિંહ ધનશ્યામસિંહ ઝાલાનાઓ બીજા અન્ય ઇસમો સાથે પોતાના રહેણાંક ઘરમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી શરાબનો જથ્થો ઉતારેલ હોવાની ચોક્કસ હકીકત મળતા બાતમી વાળી જગ્યાએ દરોડો કરતાં કેવલસિંહ પ્રવિણસિંહ પરપાર, કનકસિંહ ઉર્ફે કાનો અશોકસિંહ જાડેજા, રામદેવસિંહ ધનશ્યામસિંહ ઝાલા રહે. બધા ભચાઉ દરબારગઢવાળાઓને 750 એમ.એલની બોટલો નંગ 326 કિંમત રૂ. 1,14,100, 180 એમ એલ ક્વાટરિયા નંગ 62 કિંમત રૂ.91,800, મોબાઈલ નંગ 5 કિંમત રૂ. 36,000, ફોર્ચુનર કાર જીજે 12 ડીજી 2145 કિંમત રૂ. 30,00,000, બે મોટર સાયકલ કિંમત રૂ.50,000  એમ કુલ રૂ. 32,91,900 મુદામાલ સાથે પકડી પાડ્યા હતા અને  ફરાર થયેલા ચાર શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *