જેતપુરમાં હદપાર થયેલા મહિલા સહિત બે બુટલેગર શહેરમાંથી પકડાઈ ગયા

જેતપુરમાંથી હદપાર થયેલા મહિલા સહિતના બે બુટલેગર હદપારી હકમનો ભંગ કરીને શહેરમાં આંટા મારતા પકડાઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુરમાં દાના અનેક કેસો બદલ અગાઉ હદપાર થયેલા રમેશ ઉર્ફે રામો પાલા શેખવા રહે.ગોંડલ દરવાજા જેતપુર અને સોનલ ઉર્ફે કાળી લલિત ચાવડા રહે.નવાગઢ બંનેને હદપારીના હકમનો ભંગ કરતા સિટી પોલીસ સ્ટાફે પકડી પાડીને ધોરણસરની તપાસ હાથ ધરી હતી. આ કામગીરી પીઆઈ વી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.આર.ખરાડી, એએસઆઈ એમ.આર.રાડા, હેડ કોન્સ. હિતેશભાઈ સોવલિયા, સુનિતાબેન પોલીસ કોન્સ. ચેતનભાઈ ઠાકોર, પાર્થભાઈ સોજીત્રા વગેરેએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *