જૂનાગઢમાં તસ્કરણીનું પરાક્રમ: ઘરના તાળાં તોડી 1.10 લાખના દાગીના-રોકડની તસ્કરી

જૂનાગઢમાં બીલખા રસ્તા પર મહિલા તસ્કરણીએ 1,10,000ની ચોરી કયર્નિી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવાઈ છે. આ બાબતે સી ડિવિઝન પોલીસમાં લખાવેલી વિગતો પ્રમાણે કર્મચારીનગરમાં રહેતા અરશી કાળા મંકડીયા (ઉ.વ.31)એ શંકાસ્પદ દેવીપુજક જ્ઞાતીની મહિલા જેવી લાગતી 55થી 60 વર્ષની ગુલાબી સાડી અને બ્લાઉઝ પહેરેલ મહિલા વિરૂધ્ધ ફરિયાદ લખાવી છે કે અજાણી મહિલાએ ફરિયાદીના ઘેર આવી ડેલી અને ઘરનું તાળું તોડી કબાટમાં રાખેલ ફરિયાદીનો સોનાનો ચેઇન, સાંકળીવાળી ડિઝાઇનવાળુ સોનાનું ઓમ તથા ચાંદીની જાડી તથા 1,500ની રોકડ મળી રૂ.1,10,376ની મત્તાની તસ્કરી તા.18ના સાંજના અરસા દરમિયાન કરી હોવાની ફરિયાદ લખાવાઈ છે. આ બનાવમાં ફૂટેજમાં મહિલા દેખાઇ રહી હોવાનું પણ જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *