Skip to content
હળવદ પાસે રાજકોટ આર.આર.સેલની ટીમે વરલી ફિચરનો જુગાર રમતા બે ઇસમોને પકડી પાડીને ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી વિગત અનુસાર રાજકોટ આર.આર.સેલ.ની ટીમે બાતમીના આધારે હળવદના ટિકર બસ સ્ટેન્ડની સામે રેડ પાડી ત્યાં વરલી ફિચરનો જુગાર રમતા અરવિદભાઈ ચકુંભાઈ ગોઠી અને શશિકાન્ત સુખદેવભાઈ હડિયલને રૂ.46,490નો મુદામાલ સાથે પકડી લીધા હતા.તો આ બંને ઇસમો અનિલ શામજીભાઈ પારેજીયા નજીક કપાત કરાવતા હોવાનું ખુલતા પોલીસે તેને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે.