ડબકા ગામે જુગાર રમતા પાંચ શંકુઓ પકડાયા

પાદરાના ડબકા ગામે ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતાં જુગારધામ પર વડુ પોલીસે દરોડો પાડી રોકડા ૩૩,૩૧૦ મોબાઇલ નંગ ૩ કિંમત ૨૦,૦૦૦, મોટર સાયકલ મળી કુલ ૫૬,૩૧૦ના મુદ્દામાલ સાથે પાંચ શંકુને રંગે હાથે પકડી પાડયા હતા. પોલીસે જુગારધારા મુજબ કાયદેસરની તપાસ કરતાં જુગારીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાદરાના ડબકા ગામે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગત મોડી રાતના અરસામાં પ્રતિવર્ષની જેમ મેળો મહીસાગર નદીના કિનારે ભરાયો હતો. તે દરમિયાન વડુ પોલીસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ટી. વી. પંડયાને ખાનગી બાતમી મળી હતી. જે આધારે ચૈત્રી નવરાત્રી મેળામાં વડુ પોલીસના પોલીસ સબ ઇન્સ્પેકટર જે. એમ. પઢિયાર ડબકા ગામે ચૈત્રી પૂનમના બંદોબસ્તમાં હતા તે દરમિયાન ખુલ્લી જગ્યામાં પત્તાપાના વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમી રમાડતાં પાંચ શંકુને રંગે હાથે પકડી પાડયા હતા. પોલીસે ખુલ્લામાં ચાલતા જુગારધામની આસપાસ ચારેય બાજુ કોર્ડન કરી દરોડા કરતાં નાસવા જતા પાંચ જુગારીયાઓને પકડી પાડતા જુગારીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે દરોડા દરમિયાન જુગારધામ પરથી અંગ ઝડતીના ૨૨,૧૧૧૦, દાવ પરના ૧૧,૨૦૦ મળી કુલ રોકડા ૩૩,૩૧૦ મોબાઇલ નંગ ૩૩,૦૦૦ મોટર સાયકલ ૧ કિંમત રૂ.૨૦,૦૦૦ મળી કુલ ૫૬,૩૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અને સૂચના હેઠળ જુગારનો ગણનાપાત્ર કેસ શોધવામાં વડુ પોલીસને સફળતા મળી છે. વડુ પોલીસે દરોડા દરમિયાન રંગે હાથે પકડાયેલા પાંચ જુગારીઓમાં દિલીપભાઇ ભૂપતભાઇ પઢિયાર- નરસિંહપુરા, શનાભાઇ ભાવસંગભાઇ જાદવ-ડબકા, પ્રવિણભાઇ ભારતભાઇ પઢિયાર-ધોબીકૂવા, ગણપતભાઇ બબુભાઇ પઢિયાર (દરિયાપુરા, મુજપુર), જીકાભાઇ જાદવ-દરિયાપુરા-મુજપુરનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *