પાલેજ–નારેશ્વર રસ્તા પર આવેલા કરજણ તાલુકાના રારોદ ગામમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કરજણ પોલીસે રારોદ ગામના ખત્રી ફળીયાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે ચાર શખ્સો જુગાર રમતા હોઇ તેઓને કોર્ડન કરી દરોડો પાડતા હેમંત ઇશ્વર વસાવા રહે. રારોદ તથા પ્રહલાદ ભીખા વસાવા રહે. ઓઝ ઝડપાઇ જવા પામ્યા હતા. જ્યારે વિજય ચંદુ વસાવા તેમજ દિનેશ બચુ વસાવા રહે. ઓઝનાઓ પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયા હતા. પકડાયેલા બંનેની પોલીસે અંગઝડતી લેતા તેઓ પાસેથી રૂ.૧,૦૨૦ તથા દાવ ઉપરના ૧૦,૪૫૦ મળી કુલ રૂ.૧૧,૪૭૦ સાથે પકડી પાડી ચારે વિરૂધ્ધ જુગારધારા એક્ટ હેઠળ કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર તજવીજ હાથ ધરી હતી.