6300 ના દારૂ સાથે 1 ઈસમ ઝડપાયો, બે ઈસમ ફરાર

અંજારના આશાબા વે-બ્રીજ નજીક રૂ.6,300 ની કીંમતના દારૂ સાથે એક ઈસમને પોલીસે રેડ દરમીયાન ઝડપી લીધો હતો. બે ઇસમો હાજર મળ્યા ન હતા. અંજાર પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન આશાબા વે-બ્રીજ નજીક આવેલા શિવરામનગર ખાતે બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. જેમાં પ્રદીપસિંહ નારૂભા જાડેજાના પાણીના પ્લાંટ ખાતે રહેતા 43 વર્ષીય રામાક્ષય ચંદ્રબલી મિશ્રાને રૂ.6,300 ની કીંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 750 એમએલની 18 બોટલ સાથે ઝડપી લીધો હતો , જોકે આ રેડ સમયે અન્ય ઇસમો નાની ખેડોઇના પ્રદિપસિંહ નારૂભા જાડેજા અને લાડુરામ બિશ્નોઇ હાજર મળ્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *