ભચાઉમાં પગપાળા જતા 31 વર્ષીય યુવાનને અજાણ્યા વાહને હડફેટમાં લેતા મોત

copy image

copy image

ભચાઉમાં પગપાળા જતા 31 વર્ષીય યુવાનને અજાણ્યા વાહને હડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આ યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉમાં વોંધથી ભચાઉ આવતા માર્ગે વાગડ વેલ્ફેર હોસ્પિટલ સામે પુલિયા પર આ અકસ્માત સર્જાયો હતો. ગત તા. 14/10ના અહીં રહેનાર શ્રમિક બંટુ નામનો યુવાન શાકભાજી લેવા ઘરેથી નીકળ્યો હતો. બાદમાં તે માર્ગ પર જઈ રહ્યો હતો તે દરમ્યાન અજાણ્યા વાહને તેને હડફેટમાં લેતાં આ યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જેમાં તેનું મૃત્યુ નીપજયું હતું. જાણવા મળી રહ્યું છે કે, હતભાગીના મોટા ભાઈ દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.