મુંદ્રા ખાતે આવેલ સાડાઉમાં પગે જતા આધેડને કારે હડફેટમાં લેતા મોત

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ સાડાઉમાં પગે જતા 46 વર્ષીય આધેડ શ્રમજીવી અજમલ વાઘાભાઈ ખાટને કારે અડફેટમાં  લેતાં ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત દિવસે સાંજના અરસામાં બન્યો હતો. ગત દિવસે સાંજે 7.30 વાગ્યાના સમયે સેન્ટ્રીંગનું કામકાજ કરતાં અજમલ નામના આધેડ મુરલીધર હોટેલ નજીક રોડ પર પગે જઈ રહ્યા હતા તેમ દરમ્યાન  ગુંદાલા તરફથી પુરપાટ આવતી અલ્ટો કારના ચાલકે આધેડને હડફેટમાં લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઇજાઓના પગલે તેમણે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.