Skip to content
પીપલોદ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે વણભેલા ફળીયામાં સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની સ્કવોર્ડ દ્વારા જુગારનો દરોડો કરતાં બાર જુગારી સહિત સાડાસાત લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો હોવાનો બનાવ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશને લખાવેલ છે. પોલીસે રૂ.૭,૫૩,૨૬૦નો મુદ્દામાલ સાથે સીરાજ યુસુફ મન્સુરીને વોન્ટેડ જાહેર કરી શંકુઓ આરીફ ઇબ્રાહીમ વ્હોરા, ડાહ્યા મોહન, કલ્યાણ શ્રીરંગ પાટીલ, હરીશ દિનેશ મારવાડી, અલ્પેશ શાહ, આરીફ અયુબ માછાધાર, જાવેદ લતીફ ચૌહાણ, વાસુદેવ જેઠાનંદ કિશનાની, હિતેશ દિલીપ સુખડીયા, સોહેલ સીરાજ મન્સુરી, સલમાન સલીમ મન્સુરી અને જયેશ રમશ પુરોહીત પકડી પાડયા હતા. પોલીસે જુગારધારા કલમ મુજબ કાયદેસરની ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.