GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ આયોજિત એસ.વી.એસ કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ યોજાયું
ભરૂચ જિલ્લાના સમાવિષ્ટ ત્રણ એસ.વી.એસ પરીક્ષા સંકુલમાં ખૂબ જ સફળતા પૂર્વક બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ક.મા. મુનશી એસ.વી.એસ. માં 184 કૃતિ સાથે કુલ 130 શાળાના 398 વિદ્યાર્થીઓએ 152 જેટલા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પ્રદર્શનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તે જ રીતે ભૃગુઋષિ એસ.વી.એસ માં કુલ 202 કૃતિ સાથે કુલ 77 શાળાના કુલ 404 વિદ્યાર્થીઓએ 202 શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ભરપૂર જ્ઞાનની લહેર સાથે તૈયારી જોવા મળી હતી સાથે ત્રીજા પંડિત ઓમકારનાથ એસ.વી.એસમાં કુલ 60 કૃતિઓ સાથે 53 શાળાના 180 વિદ્યાર્થીઓએ 58 શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમાજમાં જ્ઞાનનો પ્રવાહ ચલાવ્યો હતો. આમ ભરૂચ જિલ્લાના ત્રણે એસ.વી.એસ. મળીને કુલ 446 જેટલી કૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું.
આ એસ.વી.એસ. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામી, ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પ્રાંત અધિકારી એમ.બી.પટેલ, જિલ્લા શિક્ષણાધકારી, ભરૂચ સ્વાતિબા રાઓલ, DIET પ્રાચાર્ય રેખાબેન સેંજલિયા, શિક્ષક સંઘના હોદ્દેદારોના પ્રેરક ઉદબોધન અને કિંમતી ઉપસ્થિતિ થકી વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહક બળ પૂરું પાડ્યું હતું. આસપાસની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ સમાજના લોકોએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો.
અંતે ત્રણે એસ.વી.એસ. માંથી પાંચ વિભાગની 15 શ્રેષ્ઠ કૃતિ એમ કુલ 45 શ્રેષ્ઠ કૃતિઓ પસંદગી પામી છે. જેઓ જિલ્લાકક્ષાના બાળ વિજ્ઞાનમેળામાં તેમના ઉત્તમ પ્રદર્શન થકી અગાઉ રાજયકક્ષા અને રાષ્ટ્રીયકક્ષા સુધી પસંદગી પામે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે.