ગાંધીધામમાં ગેરકાયદેસર ગેસના બાટલાનું વેચાણ કરતાં શખ્સને પોલીસે દબોચ્યો

copy image

copy image

ગાંધીધામમા વધુ એક વધુ એક ગેસના બાટલાનું કૌભાંડ સામે આવ્યું ત્યારે આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગાંધીધામમાં આવેલ કાર્ગો પી.એચ.એલ. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલા વેંચતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો ઉપરાંત પકડાયેલ શખ્સ પાસેથી રૂા. 18,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો. જાણવા મળી રહ્યું છે કે, ગાંધીધામના કાર્ગો પી.એચ.એલ ઝુંપડા શેરી નંબર-1ની દુકાનમાં ગેરકાયદેસર બાટલાનું વેંચાણ કરતા આ શખ્સને સ્થાનિક પોલીસે ઝડપી પાડયો હતો. આ શખ્સ પાસે તેના ગ્રાહકો ગેસના ખાલી બાટલા લઇને આવી રહ્યા હતા ત્યારે આ શખ્સ રેગ્યુલેટર, નળી વડે ભરેલા બાટલામાંથી આ ખાલી બાટલા ભરી આપી વજન કરી ગ્રાહકોને તે વેંચતો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ પકડાયેલ શખ્સ પાસેથી ગેસના જુદા જુદા બોટલ સહિત કુલ રૂા. 18,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.