મોટા રતાડિયામાં 16 વર્ષીય પરિણીતાનું ઉપરથી લોક પડતાં ગંભીર ઇજાઓના પગલે મોત
મુંદ્રા ખાતે આવેલ મોટા રતાડિયામાં 16 વર્ષીય પરિણીતાનું ઉપરથી લોક પડતાં ગંભીર ઇજાઓના પગલે મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી પરીણીતા મુંદ્રા તાલુકાના મોટા રતાડિયામાં રહેતા અને ત્યાં કંપનીના વેરહાઉસમાં મજૂરી કરતાં હતા. ગત તા. 14/10ના બપોરના સમયે આ પરીણીતા મજૂરીકામ કરી રહ્યાં હતાં તે દરમ્યાન ઉપરથી માથા પર લોક પડતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે તેમણે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.