તરા-મંજલમાં બેહોશ મળેલા યુવાનને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયો : મોત પાછળનું કારણ અકબંધ
નખત્રાણા ખાતે આવેલ તરા-મંજલમાં રહેતા 26 વર્ષીય યુવાનનું રહસ્યમયી મોત થયેલ હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણા ખાતે આવેલ તરા-મંજલમાં રહેતા 26 વર્ષીય યુવાન બિજલ મનજી કોળી ગત રાતે ગામની વાડીમાં બેભાન અવસ્થામાં મળી આવેલ હતા. બનાવની જાણ થતાં જ તેમના ભાઇ જગુભાઇ કોળી તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ ગયેલ હતા. જ્યાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ યુવાનનું મોત કુદરતી રીતે થયું છે કે કોઈ અન્ય કારણોસર એ તમામ બાબતો સામે લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હતભાગી યુવાનના શરીરે કોઈ નિશાન ન હોવાનું જાણવા મળ્યું છે.