વધુ એક શિક્ષક બન્યો હેવાન : ટયુશન આવતી નાબાલીક છોકરીને પ્રમજાળમાં ફસાવી અપહરણ કરી ગુજાર્યો બળાત્કાર
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિસ્તારમાં રહેતી નાબાલીક છોકરીને જયા ટયુશન જતી હતી તે ટયુશનના શિક્ષકએ લલચાવી ફોસલાવી પોતાની પ્રમજાળમાં ફસાવી અંજારથી અલગ અલગ જગ્યાએ અમૃતસર પંજાબ ખાતે ભગાડી લઈ ગયેલ જે ગુનો શિક્ષણ વિભાગમાં ચકચારી બનેલ હોઈ જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ભોગબનાર તથા આરોપીને શોધવા અલગ અલગ ત્રણ ટીમો બનાવેલ અને ગુનો શોધી કાઢવાની સૂચના અને માર્ગદર્શન આધારે
શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર નાઓ જાતેથી તથા પોલીસ સ્ટાફની ટીમો ત્રણ ટીમો બનાવી અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૪૧૨૨૦/૨૦૨૪ બી.એન.એસ.કલમ- ૧૩૭(૨), ૬૪(૨)(એફ) (એમ) તથા પોકસો એક્ટ કલમ ૪(૧), ૬ વિગેરે મુજબના ગુના કામેના આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન હ્યુમનશોર્સ તેમજ ટેકનીકલ સર્વલન્સની મદદ આધારે જણાય આવેલ કે આરોપી ભોગબનાર સાથે હાલે પંજાબ રાજયના અમૃતસર તરફ હોવાનુ જણાય આવતા તુરંત એક પોલીસ સબ ઇન્સપેકટર સાથે એક પોલીસ ટીમ બનાવી તાત્કાલીક પંજાબ રાજયના અમૃતસર ખાતે મોકલી આપી અમૃતસર શહેર તથા આજુબાજુમાં આવેલ તમામ હોટલો ઢાબા ફાર્મ હાઉસ તથા ભાડે આપતા મકાનોની ખંત પુર્વક તપાસ કરતા આ કામેના આરોપી નીખીલ વાસુદેવ સેવકાણી રહે.પ્લોટ નં.૨૦૬ ધનશ્યામનગર મેઘપર બોરીચી તા.અંજાર વાળો મળી આવતા તેને પકડી પાડી અપહરણનો ભોગબનાર નાબાલીક છોકરીને આરોપીના કબ્જામાંથી મુકત કરાવી ભોગબનારને તેના પરિવારને સુરક્ષીત સોપી ઉપરોક્ત ગુના કામે આરોપીને અંજાર પોલીસ સ્ટેશન લાવી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
પકડી પાડેલ આરોપી :-
(૧) નીખીલ વાસુદેવ સેવકાણી ઉ.વ.૨૯ ૨હે.પ્લોટ નં.૨૦૬ ઘનશ્યામનગર મેઘપર બોરીચી તા.અંજાર (સ્ટડી ટયુશન કલાસીસ વરસામેડી તા.અંજાર)