રાપર ખાતે આવેલ ત્રિકમનગરમાં એક યુવાન પર ચાર શખ્સોએ ધોકા વડે હુમલો કરતાં ફરિયાદ
રાપર ખાતે આવેલ ત્રિકમનગરમાં ચાર શખ્સોએ એક યુવાન પર ધોકા વડે હુમલો કર્યો હોવાનો ચકચારી મામલો સામે આવી રહયો છે ત્યારે આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મામલે રાપરમાં રહેનાર સામા વાલા સમૈયા નામના શખ્સે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત તા. 11-10ના સાંજના સમયે પોતાના ભાઇના ઘરે જઇ બાઇકથી પરત જઇ રહ્યો હતો, તે દરમ્યાન આરોપી સખ્સોએ તેને રોકાવી તારા સાળા અને અમારી વચ્ચે સમાધાન કરાવેલ નથી તેમ કહી ગાળો આપી હતી બાદમાં ધોકા વડે ફરિયાદી પર હુમલો કરી દીધો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. પોલીસ આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.