અંજારના ખાતે આવેલ ખીરસરામાં આધેડ પર બે શખ્સોનો હુમલો

copy image

copy image

અંજારના ખાતે આવેલ ખીરસરામાં વીડિયો મુદ્દે આધેડ પર હુમલો કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બનાવ અંગે રામા ગોવિંદ ડુંગરિયા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી પોતાના ઘરે હતા તે દરમ્યાન વીડિયો અંગે મનદુ:ખ રાખી ત્યાં આરોપી શખ્સોએ આવી આ આધેડ ઉપર ધોકા વડે હુમલો કરી દીધો હતો. જાણવા મળી રહ્યું છે કે આ હુમલામાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી.આ  બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.