માંડવી ખાતે આવેલ નાના આસંબિયાની સીમમાં થયેલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

  માંડવી ખાતે આવેલ નાના આસંબિયાની સીમમાં થયેલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નાના આસંબિયાની સીમમાં પડેલી પવનચક્કી માથી વાયરની ચોરી થઈ હતી જેનો ભેદ ઉકેલાયો છે અને આ ચોરીમાં સંડોવાયેલ ભુજના બે શખ્સોને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર  માંડવી ખાતે આવેલ નાના આસંબિયાની સીમમાં પાંચેક માસ અગાઉ યાંત્રિક ખામીના કારણે પવનચક્કી મેઇન પીલ્લર વચ્ચેથી વળીને નીચે પડી ગઇ હતી. ગત તા. 29-8થી 14-10 દરમ્યાન આ પડેલી પવન-ચક્કીમાંથી આશરે 50 મીટર વાયર કિ. રૂા. 50 હજારની ચોરી થયેલ હોવાનું સામે આવેલ હતું. કોઇ અજાણ્યો ચોર ઈશમો કટરથી કાપીને ચોરી ગયા હોવાની ફરિયાદ પોલસી મથકે નોંધાવવામાં આવેલ હતી. તે દરમ્યાન એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજના રામનગરીમાં એક મકાનમાં ચોરાઉ વાયર તથા કટર રાખવામાં આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે  બાતમી વાળા સ્થળ પર તલાશી લેતા તમામ ચોરાઉ માલ મળી આવેલ હતો.  પોલિસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.