Skip to content
રાજકોટ : સાંઢીયા પુલ નજીક રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં દરબાર મહિલાના મકાનમાં આજીડેમ પોલીસે સાત અને શ્રીનાથજી સોસાયટીમાં ખાંટ મહિલાના મકાનમાંથી ચાર મહિલાઓને જુગાર રમતા ઝડપી લીધી છે. મળતી વિગત પ્રમાણે આજીડેમ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. આર.જે. જાડેજા તથા હેડ કોન્સ. કે.એમ. સોલંકી સહિતે બાતમીના આધારે સાંઢીયા પુલ નજીક રિદ્ધી સિદ્ધી સોસાયટી શેરી નં.ર માં રહેતા હીનાબા મયુરસિંહ ડાભીના મકાનમાં રેડ પાડી જુગાર રમતા મકાનમાલીક હિનાબા તથા આરતીબા વજેસિંહ રહેવર, દિવ્યા વિજયભાઇ દેવડા, ચંદ્રીકા માધવજીભાઇ પાઉં, ખુશ્બુ અમીતભાઇ દલવી, સરોજબેન વિજયભાઇ સોનરાજ, અને દક્ષા હિતેશભાઇ દવેને ઝડપી પાડી રૂ. ૪પ,પ૦૦ની મતા જપ્ત કરી તજવીજ કરી હતી. જયારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ.વી. પટેલ, તથા હિતેન્દ્રસિંહ ઝાલા સહિતે મવડી શ્રીનાથજી સોસાયટી શેરી નં.૭ માં રહેતી મંજુ ભાનુભાઇ ગુજરાતીના મકાનમાં રેડ પાડી જુગાર રમાડતી મકાન માલિક મંજુ ગુજરાતી, હિરાબેન જીવાભાઇ ગુજરાતી, સોનલ મહેશભાઇ ચૌહાણ, અને શીતલ રમેશભાઇ ગુજરાતીને ઝડપી પાડી રૂ.૮,૪ર૦ ની રોકડ સહીતની મતા જપ્ત કરી તજવીજ કરી હતી.