જામનગરમાં ચોરાઉ છકડા રીક્ષા સાથે બે ઇસમો પકડાયા

જામનગર શહેરમાં થોડા દિવસો પહેલા થયેલી છકડો રીક્ષાની તસ્કરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખીને બે ઇસમોને ચોરાઉ છકડો રીક્ષા સાથે પકડી લીધા છે. જામનગર શહેરમાં થોડા દિવસો પહેલા છકડો રીક્ષાની તસ્કરી થયાની પોલીસમાં ફરીયાદ લખાવાઈ હતી. જે તસ્કરીનો ભેદ ઉકેલાયો ન હતો. ત્યારે ગતરાત્રીના અરસામાં પેટ્રોલીંગમાં રહેલી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મહાપ્રભુજી બેઠક રોડ, સાલુપીરની દરગાહ નજીક બે ઇસમો ચોરાઉ છકડો રીક્ષા લઈને ફરે છે. જે બાતમીના આધારે પીએસઆઈ એમ.વી.મોઢવાડીયાએ સ્ટાફના એસ.ડી.ચુડાસમા, એમ.જે.રાણા, એન.કે.ઝાલા, ગૌતમભાઈ મકવાણા, એન.કે.ઝાલા, ફિરોજભાઈ સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી અને ચોરાઉ છકડો રીક્ષા સાથે જીવણ રામજીભાઈ ગગારામ પરમાર અને ધનકુ લખમણભાઈ રામજીભાઈ પરમાર નામના સલાટ (રે.બન્ને હાલ રાજકોટના ઘંટેશ્વર-રપ, મુળ મહેસાણાના બહુચરાજી ખારી વિસ્તાર)વાળાને ઝડપી લીધા હતાં. તેના કબ્જામાંથી ચોરાઉ રૂ.૪૦ હજારનો છકડો રીક્ષા જપ્ત કર્યા છે અને રીમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *