વડદલા ગામ ખાતે જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડી જુગાર ધારા હેઠળનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ જુગારની અસમાજીક પ્રવૃતિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ સી.કે.પટેલનાઓના માર્ગદર્શન હેઠળ તથા વી.આર.ભરવાડ પોલીસ ઈન્સ્પેકટર ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનનાઓની સુચના આધારે પોલીસ કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમય દરમ્યાન બાતમીદારથી મળેલ બાતમીનાઆધારે મોજે- મજૂર કલ્યાણ કેન્દ્રની પાછળ વડદલા ગામ ખાતે તા.જી.ભરૂચ ખાતે જાહેરમાં પત્તા-પાના વડે હાર-જીતનો જુગાર રમતા કુલ ૦૫ (પાંચ) જુગારીઓને રોકડા રૂપીયા તેમજ જુગાર રમવાના સાધનો સાથે કુલ રૂપીયા- ૧૧,૩૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

(૧) મુકેશભાઈ જેસંગભાઈ, જાતે વસાવા, રહે. નવી વસાહત, વડદલા ગામ, તા.જી.ભરૂચ.

(૨) પ્રવિણભાઈ સોમાભાઇ, જાતે રાઠવા, રહે. નવી વસાહત, વડદલા ગામ, તા.જી.ભરૂચ.

(૩) હસમુખભાઈ ભીખાભાઈ, જાતે મકવાણા, રહે, આંબલી ફળિયું, વડદલા ગામ, તા.જી.ભરૂચ.

(૪) સંદીપભાઈ અરવિંદભાઈ, જાતે વસાવા, રહે, પંચાયત ઓફીસની સામે, વડદલા ગામ, તા.જી.ભરૂચ.

(૫) હીતેન્દ્રસિંહ હઠેસિંહ, જાતે પરમાર, રહે, મ.નં.૨૭૪ સાંઈ ગાર્ડન સોસાયટી, ઓસારા રોડ, તા.જી.ભરૂચ.

પકડાયેલ મુદ્દામાલ

(૧) આરોપીઓની અંગ જડતીના રોકડા રૂપિયા ૬૮૪૦/-

(૨) દાવ ઉપરના રોકડા રૂપિયા ૪૪૬૦/-

(૩) પત્તા-પાના નંગ-૫૨

મળી કુલ રૂ.૧૧,૩૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે.